ઈ.આચાર્યાશ્રી સ્મિતાબેન પ્રતિકભાઈ પોટલાવાલા
નમસ્કાર વાલીમિત્રો
તમે તમારા બાળકોના ભવિષ્ય માટે અમારી શાળાને પસંદ કરી તે બદલ અમો આપના આભારી છે. અમારી સંસ્થાનો મુખ્ય હેતુ પુસ્તકિયા જ્ઞાન પૂરતો જ મર્યાદિત નથી પરંતુ બાળકોમાં રહેલ કૌશલ્યનો વિકસાવવામાં ઉચ્ચ મૂલ્યોનું જતન કરવું રમત ગમત ક્ષેત્રે પણ આગવા સ્થાન પર લઈ જઈ શકીએ છીએ. અમારી શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરવામાં આવે છે. તેમજ ભાર વગરનું ભણતર આપવામાં આવે છે. અમારી શાળામાં બાળકને શિક્ષિત કરવા માટે શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક છે. આપ શ્રી અમારી શાળા પર વિશ્વાસ મૂક્યો એ બદલ અમે હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે બાળકોને સફળ થવા માટે બાળકોને ઘર અને શાળા એમ બંનેનો સહકાર હોવો જરૂરી છે.
અમે અમારી જવાબદારીઓ નિભાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમને તમારા જીવનના અભિન્ન અંગ તરીકે પસંદ કરવા માટે આભાર.
શિક્ષકોને સંદેશ- મારા વહાલા શિક્ષકો, આપશ્રી ર્વિદ્યાર્થીઓના હદયમાં સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણ જગતમાં શ્રેષ્ઠતમ કાર્ય કરી પ્રેરણાસ્ત્રોત બનો તેમજ આપ ભવિષ્યમાં એક આદર્શ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા.
વિદ્યાર્થીઓને સંદેશ- મારા વહાલા વિદ્યાર્થીઓ, આપશ્રી શૈક્ષણિક કાર્ય ગુણવત્તાસભર અને અસરકારક રીતે પ્રાપ્ત કરો અને મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરી ભવિષ્યમાં એક આદર્શ વિદ્યાર્થી અને દેશના આદર્શ નાગરિક બનો તેથી શુભેચ્છા.
–